Saturday, December 17, 2022

છંદ સમજૂતી અને ઉદાહરણ Std 10 Gujarati Vyakaran Chand Samjuti Ane Udaharan

 છંદ સમજૂતી અને ઉદાહરણ

Std 10 Gujarati Vyakaran Chand Samjuti Ane Udaharan


સમજૂતીઃ

અક્ષરમેળ (ગણમેળ) અને માત્રામેળ અક્ષરોની ચોક્કસ સંખ્યા કે માપમાં ગોઠવાયેલી. લયબદ્ધ રચનાને “છંદ કે વૃત્ત’ કહે છે. છંદોબદ્ધ કવિતાની એક પંક્તિને “પાદ’, “ચરણ કે કડી’ કહે છે. બે-ચાર ચરણના જૂથને કૂકકહે છે. કવિ પોતાની જરૂરિયાત પ્રમાણે ટૂક રચવાની સ્વતંત્રતા ધરાવે છે.



ચરણનાં લઘુ-ગુરુ અક્ષરોનાં સ્થાન અને સંખ્યાને આધારે તેમજ લઘુની એક અને ગુરુની બે માત્રા-સંખ્યાને આધારે છંદોના બે પ્રકાર પડે છેઃ


1. અક્ષરમેળ અને

2. માત્રામેળ.



1. અક્ષરમેળઃ


અક્ષરમેળ છંદને “વૃત્ત’ કે ‘ગણમેળ’ પણ કહે છે.

અક્ષરમેળમાં અક્ષરોની સંખ્યા અને ચરણનાં લઘુ-ગુરુનાં સ્થાન નિશ્ચિત હોય છે.

અક્ષરમેળમાં લય-આવર્તનો માટે અક્ષર-સંધિઓ યોજાતાં નથી.

2. માત્રામેળઃ

માત્રામેળ છંદને જાતિ’ પણ કહે છે.


માત્રામેળમાં માત્રાઓની સંખ્યા અને તાલની વ્યવસ્થા દ્વારા છંદ ઓળખાય છે.

માત્રામેળમાં લય-આવર્તનો માટે માત્ર-સંધિઓ યોજાય છે.

[નોંધ: મનહર છંદ, લઘુ-ગુરુના બંધારણ વિના કેવળ અક્ષરોની સંખ્યા ઉપર આધાર રાખે છે. માત્ર અક્ષરસંખ્યા કે અમુક અક્ષરે આવતો ‘તાલ જ છંદનું સ્વરૂપ સર્જે છે, આવા છંદને “સંખ્યામેળ’ કહે છે.)


બંધારણ છંદનું બંધારણ સમજવા કેટલીક પરિભાષાઓ સમજવી જરૂરી છે.

સ્વરઃ અ, આ, ઇ, ઈ, , ઊ, સ, એ, એ, ઓ અને ઓ. હૃસ્વ સ્વરો અ, ઇ, ઉ અને ઝ.

દિીર્ઘ સ્વરઃ આ, ઈ, ઊ, એ, ઐ, ઓ અને ઓ.


હૃસ્વ સ્વરોથી જે અક્ષર બને તે અક્ષર લઘુ ગણાય છે. અક્ષરમેળ છંદમાં, લઘુ અક્ષરની સંજ્ઞા ‘∪’ છે, જ્યારે માત્રામેળ છંદમાં, લઘુ અક્ષરની સંજ્ઞા “1′ છે. લઘુ અક્ષર દર્શાવવા આ સંજ્ઞા અક્ષરની ઉપર મુકાય છે.

દા. ત.




દીર્ઘ સ્વરોથી જે અક્ષર બને તે અક્ષર ગુરુ’ ગણાય છે. અક્ષરમેળ છંદમાં, ગુરુ અક્ષરની સંજ્ઞા ‘–’ છે, જ્યારે માત્રામેળ છંદમાં, ગુરુ અક્ષરની સંજ્ઞા છે. ગુરુ અક્ષર દર્શાવવા આ સંજ્ઞા અક્ષરની ઉપર મુકાય છે.

દા. ત.,



લઘુ અક્ષર જ્યારે ગુરુ થાય?

(1) ‘સ્તુતિ અને સ્તુત્ય” એ બે શબ્દો ઉપર લઘુ-ગુરુ મૂકી જુઓ.


સ્તુતિ” શબ્દમાં ‘સ્તુ’ (સ્ +ત્+ ઉ) અને તિ’ (ત્ + ઈ) હુ છે, તેથી લઘુ-ગુરુની સંજ્ઞા મૂકતાં શબ્દ આ રીતે લખાશે:

“સ્તુતિ સ્તુત્ય’ શબ્દમાં પણ “સ્તુ (સ્ +ત્ + ઉ) અને ‘ત્ય (ત્ +ત્+ અ) હ્રસ્વ છે, પણ ત્ય’ જોડાક્ષરનો થડકારો આગળના “સ્તુના હૃસ્વત્વને દીર્ઘ કરશે. ઉચ્ચાર કરી જુઓ, તેથી લઘુ-ગુરુની સંજ્ઞા મૂકતાં ‘સ્તુત્ય’ આ રીતે.

દર્શાવાશેઃ 


આમ, શબ્દમાં હ્રસ્વ સ્વરવાળા લઘુ અક્ષર પછી જોડાક્ષર આવે, તો એની પહેલાનો અક્ષર લઘુ હોય તો પણ ગુરુ બને છે.


એ જ રીતે નીચેના શબ્દોના લઘુ-ગુરુનો અભ્યાસ કરો:


સંયુક્ત વ્યંજનો, ઉચ્ચારના થડકારને કારણે આગળના લઘુ અક્ષરને ગુરુ બનાવે છે.


(2) અનુસ્વારવાળો શબ્દ ‘અંકુર’ જુઓ.

• “અંકુર’ શબ્દનો ઉચ્ચાર કરતાં (અ + + ફ + ઉ + ૨ + 1), જે વર્ષો જણાય છે, એમાં ‘” અનુનાસિક વ્યંજન છે. આગળના વર્ણ “અ” ઉપર એ અનુનાસિક “હું અનુસ્વાર (‘) રૂપે મુકાય છે, તેથી લઘુ-ગુરુની સંજ્ઞા મૂકતાં “અંકુર’ શબ્દ આમ દર્શાવાશે. 





આમ, લઘુ અક્ષરો (અહીં, “અ”, “ચ”, “દા’, “સુ’ અને ‘ક’) પછી આવતા અને અનુનાસિકો, , , , મુ)ની જેમ ઉચ્ચારાતા અનુસ્વારો દીર્ઘ દર્શાવાય છે.


(૩) વિસર્ગવાળો શબ્દ “અંતઃકરણ” જુઓ.

“અંતઃકરણ’ શબ્દનો ઉચ્ચાર કરતાં (અ + ન + ત્ + = + ક્ + અ + ૨ + અ + + અ) , જે વણ જણાય છે, એમાં (:) વિસર્ગ છે; તેથી લઘુ-ગુરુની સંજ્ઞા મૂકતાં આ શબ્દ આ રીતે દર્શાવાશેઃ


આમ, વિસર્ગ (:), પૂર્વેના લઘુ અક્ષરને થડકારાના કારણે ગુરુ બનાવે છે.

(4) “સ શબ્દ જુઓ. ‘સત્’ શબ્દનો ઉચ્ચાર કરો. “સત્ ઉપર લઘુ-ગુરુની સંજ્ઞા મૂકતાં આ શબ્દ આમ દર્શાવાશેઃ સત્.


‘સમાંના ‘ત’ જેવા એકલ વ્યંજનના થડકારાને કારણે આગળનો લઘુ અક્ષર ગુરુ દર્શાવાય છે.


ચરણ, તાલઃ છંદોબદ્ધ પંક્તિના બે, ચાર કે વધારે ભાગ પડે છે ત્યારે તેને “ચરણ” કે “પાદ’ કહે છે. સંસ્કૃતમાં “ચરણ’ કે ‘પાદનો અર્થ “ચોથો ભાગ’ એવો થાય છે.



માત્રામેળ છંદમાં અમુક માત્રા પછી ભાર આવે છે, તેને “તાલ” કહે છે.

દા. ત.,



અહીં ચાર ચરણ છે, દરેકની પંદર માત્રા છે. પહેલી માત્રાએ : ને પછી ચાર-ચાર માત્રાએ તાલ (↑) આવે છે.


યતિઃ અક્ષરમેળ છંદમાં ચરણની વચ્ચે જ્યાં વિરામ લેવાનો થાય : છે, તેને યતિ’ કહે છે. યતિને કારણે છંદના લયનું માધુર્ય વધે છે.


દા. ત., રે પંખીડા ! સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો. આ છંદ(મંદાક્રાન્તા)માં 4, 6 અને 7મા અક્ષરે યતિ છે. માત્રામેળ છંદમાં યતિ અનિવાર્ય નથી.

ગણ : 
છંદના અક્ષરસમૂહને, લઘુ-ગુરુને યાદ રાખવા, ત્રણ: ત્રણ અક્ષરમાં લઘુ-ગુરુને ગોઠવવામાં આવે છે, ત્રણ અક્ષરના આ સમૂહને “ગણ” કહે છે. એમ કરવા જતાં આઠ ગણ રચાય છે. યમાતારાજભાન લગા’ સૂત્રથી એ ઓળખવામાં આવે છે.



ગણયોજના યાદ રાખો:
“આદિ, મધ્ય ને અંતમાં ય – ૨ – ત ગણો લઘુ થાય, ભ- જ – સ ગણો ગુરુતા ધરે, મ– ન ગુરુ – લઘુ જ બધાય.”


લઘુ-ગુરુની સંયોજનની વિશિષ્ટ ભાતને બીજી રીતે પણ યાદ : રાખી શકાય:







માત્રામેળ છંદોઃ





Friday, December 16, 2022

નિપાત ગુજરાતી વ્યાકરણ

| નિપાત | Gujarati Vyakaran




ગુજરાતીમાં કેટલાક ઘટકો એવા છે કે જે ક્રિયાવિશેષણ, ક્રિયાપદ, વિશેષણ કે સંજ્ઞા જેમાં જુદા જુદા પ્રકારના પદોની સાથે કે એમની આગળ પાછળ આવે છે અને ભાર વગેરે જુદી જુદી અર્થચ્છાયાઓ દર્શાવે છે, એમને ‘નિપાત’ તરીકે ઓળખી શકાય. ગુજરાતીમાં ‘ને’, ‘સુધ્ધાં’, ‘જ’, ‘જી’ ‘ય’, ‘તો’, ‘પણ’, ‘ફક્ત-માત્ર-કેવળ’,. ‘ખરું-ખરો’ જેવા નિપાત મળે છે.


નિપાતના પ્રકારો

નિપાતના મુખ્ય ચાર પ્રકાર પડે છે.


1). ભારવાચક


2). સીમાવાચક


3). વિનયવાચક


4). વાક્યનાં લટકણીયાં


નિપાત દ્વારા સૂચવાતા અર્થ

1). ‘જ’ – આ નિપાત ભારપૂર્વક કથન કરવા માટે વપરાય છે, જે પદ(શબ્દ)ની સાથે આવે છે તેનું ભારપૂર્વક કથન થાય છે. ‘આ જ અને અન્ય નહિ’ એવો એનો અર્થ હોય છે. જેમ કએ…


તમે સારું જ કર્યું. (ખરેખર સારું)

અત્યારે જ આવો. (પછી નહીં)

એ કિશોર જ છે. (બીજું કોઈ નહિ)

2). ‘તો’ – આ નિપાત અન્ય નિરપેક્ષતાનો અર્થ એટલે કે, ‘બીજું નહિ તો પણ’ નો અર્થ દર્શાવે છે અને જયારે એ વાકયમાં ક્રિયાપદની સાથે આવે છે ત્યારે ‘ખારું’નું વિકારી રૂપ લે છે. જેમ કે…


હું તો જઈશ. (બીજું કોઈ આવે કે ન અવે તો પણ)

એ આવશે તો ખરા. (ક્યારે અવે તે નક્કી નહી તઓ પણ)

3). ‘ને’ આ નિપાત ક્રિયાપદ સાથે આવે છે અને વિધેયવાચક અન્ય પદની સાથે આવે છે અને આગ્રહ કે ખાતરીનો અર્થ દર્શાવે છે. જેમ કે…


બેસો ને. (આગ્રહ)

તમે આવશો ને. (ખાતરી)

આ તમારા ભાઈને (ખાતરી)

4). ‘ય’, ‘પણ’, ‘સુધ્ધાં’ – આ ત્રણે નિપાત અન્તર્ભાવનાનો એટેલે કે બીજા સાથે આનો પણ સમાવેશ થવાનો અર્થ દર્શાવે છે. જેમકે…


એણે મનેય/પણ/સુધ્ધાં બોલાવ્યો. (બીજાને બોલાવ્યા તેમ)

એનું કામ ધીમુંય ખરું.   

5). ‘જી’ આ નિપાત આદર કે વિનયવાચક છે તે અમુક સંજ્ઞા કે બીજા સાથે આનો પણ સમાવેશ થવાનો અર્થ દર્શાવે છે. જેમ કે…


બહેનજી, મને થોડા પૈસા આપો. (વિનયવાચક)

કાગળનો જવાબ જરૂર લખશોજી. (આદરવાચક)

6). ‘ફક્ત’ /’માત્ર’ / ‘કેવળ’ – આ નિપાત પદની (શબ્દની) પહેલા આવીને અન્ય વ્યવર્તકર્તાનો એટલે કે ‘આ સિવાય બીજું નહીં’ નો અર્થ દર્શાવે છે. જેમ કે…


ફક્ત હું હાજર રહ્યો હતો. (મારા સિવાઈ કોઈ નહીં)

મારે માત્ર બોલવાનું છે. (બિજું કઈ કરવાનું નથી)

એનું કામ કેવળ વાંચવાનું છે. (બીજું કઈ કરવાનું નથી)  

7). ‘કે’, / ‘ને’ / ‘તો’ / ‘એમ કે’ – આ નિપાત વાક્યને અંતે વપરાતાં લટકણીયા જેઇએમ વપરાય છે. જેનો અર્થ વિનંતી, આગ્રહ કે અનુમતિ થાય છે. જેમ કે –


અંદર આવું કે ? (અનુમતિ)

તારી પેન લાવ તો. (વિનંતી

વિશેષણ અને પ્રકાર

વિશેષણ (Visheshan in Gujarati): 

નામ કે સર્વનામના અર્થમાં વધારો કરનાર શબ્દોને વિશેષણ કહેવામા આવે છે

વિશેષણ અને વિશેષ્ય :

વિશેષણ : શબ્દ, નામ કે સંજ્ઞાના અર્થમાં વધારો કરે છે તેને ‘વિશેષણ’ કહે છે.

વિશેષ્ય : વિશેષણ જેનો ગુણ કે ક્રિયા દાવર્શાવે છે તેને ‘વિશેષ્ય’ કહે છે.   

સ્વરૂપની રીતે વિશેષણના બે પ્રકાર છે.

1). વિકારી : જે વિશેષણના રૂપમાં વિશેષ્યના જાતિ અને વચનના ફેરફારને કારણે વિકાર આવે છે તેને વિકારી વિશેષણ કહે છે.

2). અવિકારી : જે વિશેષણના રૂપમાં વિશેષ્યના જાતિ-વચનને કારણે કોઈ ફેરફાર થતો નથી તેને અવિકારી વિશેષણ કહે છે. 

1). ગુણવાચક વિશેષણ : વિશેષ્યનો ગુણ દર્શાવે છે.

  • રૂપેરી ચાંદો ઊગ્યો.
  • મને રંગીન ફૂલ ગમે છે.

2). સંખ્યાવાચક વિશેષણ : વિશેષ્યની સંખ્યા દર્શાવે છે.

  • મધમાખીને  પગ હોય છે.
  • પાંચ વિધાર્થીઓને ઈનામ મળ્યા.

3). નિશ્રિતવાચક વિશેષણ : એક, બે, ત્રણ, પેલું, બીજું, પા, અડધું, દોઢ, સવાયું, એકવડુ, બેવડું જેવા ચોક્કસ માપ કે સંખ્યા દર્શાવી હોય.

4). અનિશ્રિતવાચક વિશેષણ : નામ કે સર્વનામમ અનીશ્રિતપણે વિશેષતા દર્શવાતું હોય. (કોઈક, કઈક, પ્રત્યેક, દરેક, થોડું)

5). રંગવાચક વિશેષણ : વિશેષ્યનો રંગ દર્શાવે

6). સ્વાદવાચક વિશેષણ : વિશેષ્યનો સ્વાદ દર્શાવે 

7). આકારવાચક વિશેષણ : વિશેષ્યનો આકાર દર્શાવે

8). પ્રશ્નવાચક વિશેષણ : વિશેષ્યને પ્રશ્ન તરીકે વપરાય.

(કોણ, ક્યારે, ક્યાં, ક્યું, શું, કેમ)

9). દર્શકવાચક વિશેષણ : વાક્યમાં ચોક્કસ વ્યક્તિ કે વસ્તુને દર્શાવતા શબ્દો દર્શાવવામાં આવ્યા હોય તે.

  • ચિરાગ  દિશામાં ગયો.
  • પેલા ઝાડ નીચે ઉભેલા માણસને બોલાવો.  

10). સાપેક્ષવાચક : વિશેષ્યના સાપેક્ષ તરીકે વપરાય

  • જ્યારે વરસાદ આવશે ત્યારે તળાવ ભરાશે.

11). પરિણામ વાચક : વિશેષ્યના માપ દર્શાવે

  • બધું કામ પૂરું કરો.
  • આપણે જરા ઊંચે ચડીએ.