Friday, December 16, 2022

વિશેષણ અને પ્રકાર

વિશેષણ (Visheshan in Gujarati): 

નામ કે સર્વનામના અર્થમાં વધારો કરનાર શબ્દોને વિશેષણ કહેવામા આવે છે

વિશેષણ અને વિશેષ્ય :

વિશેષણ : શબ્દ, નામ કે સંજ્ઞાના અર્થમાં વધારો કરે છે તેને ‘વિશેષણ’ કહે છે.

વિશેષ્ય : વિશેષણ જેનો ગુણ કે ક્રિયા દાવર્શાવે છે તેને ‘વિશેષ્ય’ કહે છે.   

સ્વરૂપની રીતે વિશેષણના બે પ્રકાર છે.

1). વિકારી : જે વિશેષણના રૂપમાં વિશેષ્યના જાતિ અને વચનના ફેરફારને કારણે વિકાર આવે છે તેને વિકારી વિશેષણ કહે છે.

2). અવિકારી : જે વિશેષણના રૂપમાં વિશેષ્યના જાતિ-વચનને કારણે કોઈ ફેરફાર થતો નથી તેને અવિકારી વિશેષણ કહે છે. 

1). ગુણવાચક વિશેષણ : વિશેષ્યનો ગુણ દર્શાવે છે.

  • રૂપેરી ચાંદો ઊગ્યો.
  • મને રંગીન ફૂલ ગમે છે.

2). સંખ્યાવાચક વિશેષણ : વિશેષ્યની સંખ્યા દર્શાવે છે.

  • મધમાખીને  પગ હોય છે.
  • પાંચ વિધાર્થીઓને ઈનામ મળ્યા.

3). નિશ્રિતવાચક વિશેષણ : એક, બે, ત્રણ, પેલું, બીજું, પા, અડધું, દોઢ, સવાયું, એકવડુ, બેવડું જેવા ચોક્કસ માપ કે સંખ્યા દર્શાવી હોય.

4). અનિશ્રિતવાચક વિશેષણ : નામ કે સર્વનામમ અનીશ્રિતપણે વિશેષતા દર્શવાતું હોય. (કોઈક, કઈક, પ્રત્યેક, દરેક, થોડું)

5). રંગવાચક વિશેષણ : વિશેષ્યનો રંગ દર્શાવે

6). સ્વાદવાચક વિશેષણ : વિશેષ્યનો સ્વાદ દર્શાવે 

7). આકારવાચક વિશેષણ : વિશેષ્યનો આકાર દર્શાવે

8). પ્રશ્નવાચક વિશેષણ : વિશેષ્યને પ્રશ્ન તરીકે વપરાય.

(કોણ, ક્યારે, ક્યાં, ક્યું, શું, કેમ)

9). દર્શકવાચક વિશેષણ : વાક્યમાં ચોક્કસ વ્યક્તિ કે વસ્તુને દર્શાવતા શબ્દો દર્શાવવામાં આવ્યા હોય તે.

  • ચિરાગ  દિશામાં ગયો.
  • પેલા ઝાડ નીચે ઉભેલા માણસને બોલાવો.  

10). સાપેક્ષવાચક : વિશેષ્યના સાપેક્ષ તરીકે વપરાય

  • જ્યારે વરસાદ આવશે ત્યારે તળાવ ભરાશે.

11). પરિણામ વાચક : વિશેષ્યના માપ દર્શાવે

  • બધું કામ પૂરું કરો.
  • આપણે જરા ઊંચે ચડીએ.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home